જૈન ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર અને શુકન શાસ્ત્ર

Thursday 29 November 20120 comments

જૈન ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર :-
  • ઘર લેવામાટેનો નો ઉત્તમ સમય - માગશર, પોષ, ફાગણ,વૈશાખ, શ્રાવણ.
  • દિશા  - 
    • પૂર્વમાં  - લક્ષ્મીજીનો ભંડાર 
    • અગ્નિ ખૂણામાં  - રસોડું 
    • દક્ષિણમાં  - શયન ખંડ 
    • પશ્ચિમ દિશામાં - ભોજન કરવું 
    • વાયવ્ય ખૂણામાં  - અનાજ રાખવું 
    • ઉત્તર દિશામાં  - પાણી 
    • નૈઋત્ય ખૂણામાં - આયુંધાદિક ચીજો
    • ઇશાન ખૂણામાં - દેવ ઘર (મંદિર)
જૈન ધર્મમાં શુકન - અપશુકન:-
  • છીંક આવે તો  - પોતાને સ્થાને બેઠેલા અને પ્રથમ કંઈપણ સ્વ-કાર્ય કરવાને ઈચ્છતા એવા પુરુષને દિશા કે વિદિશાના વિભાગથી થયેલ છીંક શુભ અને અશુભ સૂચક થાય છે.
    • પૂર્વ દિશામાં આવે તો અવશ્ય લાભ આપે છે.
    • અગ્નિ ખૂણામાં આવે તો હાનિકારક 
    • દક્ષિણ દિશામાં આવે તો મૃત્યુકારક 
    • નૈઋત્ય દિશામાં ઉદ્વેગકારક
    • પશ્ચિમ દિશામાં પરમ સંપત્તી
    •  વાયવ્યખૂણા માં સુખવૃત્તિ
    •  ઉત્તર દિશામાં ધનલાભ
    •  ઇશાન ખૂણામાં લક્ષ્મીનો વિજય સૂચવે છે.
  • સ્વપ્ન શાસ્ત્ર:-
    • જો સ્વપ્નમાં રાજા,હાથી,અશ્વ,સુવર્ણ,વૃષભ અને ગાય દેખાય તેનું કુટુંબ વૃદ્ધિ પામે છે,
    •  જે સ્વપ્નમાં દીપ,અન્ન,ફળ,પદ્મ,કન્યા,છત્ર તથા ધ્વજ દેખાય તો સંપત્તિ સાથે સુખ પામે છે 
    • ગાય,અશ્વ,રાજા, હાથી અને દેવ એ શિવાયની વસ્તુ સ્વપ્નમાં જો કૃષ્ણ (કાળા) રંગ ની જોવામાં આવેતો તે બધી અપ્રશસ્ત છે,
    • કપાસ,લસણ,શિવાય જો બીજું કંઈ શ્વેત જોવામાં આવેતો તે પ્રશસ્ત છે.
વિશેષ:-
  • ગમન કરતા રસ્તામાં શ્વાન જો અશુચિ પદાર્થોનું ભક્ષણ કરતો જોવામાં આવેતો જોનારને અસનપાન વગેરે મિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જો શ્વાનના મુખમાં ધાન્ય હોયતો લાભ,મુખમાં વિષ્ટા હોયતો સુખ અને મુખમાં જો માંસ ભક્ષણ કરતો હોયતો રાજ્યની પ્રાપ્તિ થાય છે.ગમન કરતા શ્વાન જો કાન ખંજવાળતો જોવામાં આવેતો દ્રવ્યનો લાભ અને મહત્વ પ્રાપ્ત થાય છે.
  • ગામની બહાર નીકળતાં ડાબી બાજુએ, અને પ્રવેશ કરતાં જમણી બાજુએ ગધેડું નીકળે તો શુભ થાય છે.અને પાછળની બાજુએ નીકળે તો ગમન જ ન કરવું,સન્મુખ નીકળેતો (આવેતો) પણ રસ્તામાં વિઘ્ન કરતાં થાય છે માટે ન જવું.
  • નગરમાં પેસતા કે નીકળતાં જો લાકડાનો ભારો સન્મુખ મળેતો તેને રાજ્ય ની પ્રાપ્તિ થાય છે.
  • શકુન શાસ્ત્રમાં મર્મ ને જાણનારા પ્રાજ્ઞજનો એ મધાદિક ને શુભ શુકુન તરીકે કહેલ છે.શુકુન શાસ્ત્રમાં કન્યા,સાધુ,રાજા,મિત્ર,ભેષ વિગેરે તથા વધામણી ની વસ્તુઓમાં વીણા,માટી,મણી,ચામર,અક્ષત,ફળ છત્ર,કમલ,દીપ,ધ્વજા,વસ્ત્ર,અલંકાર,મધ,માંસ,પુષ્પ,સુવર્ણાદિ સારી વસ્તુઓ તથા ગાય,મત્સ્ય,દહીં,અને કુંભ એ જમણાં ઉતરતાં એવા સામા મળેતો શ્રેષ્ઠ કહેવાય છે.
  • સ્વપ્ન શાસ્ત્રમાં કહ્યું છે કે જે પોતાના આંતરડાથી (એટલે પોતાના શરીર માંના આંતરડાથી સ્વપ્નમાં ) ગામ કે નગરને વીંટી (લપેટી) લે, તે ગામ,નગર કે દેશ નો રાજા થાય છે,વળી સ્વપ્નમાં જે પોતાના આસનને,શય્યાને,શરીરને,વાહનને અને ઘરને બળતા (સળગતા) જુવે તેની સન્મુખ લક્ષ્મી આવે છે.વળીસમધાતુંવાલા, પ્રશાંત,ધાર્મિક,નીરોગી,અને જિતેન્દ્રિય -એવા પુરુષના જોવામાં આવેલ શુભાશુભ સ્વપ્ન સત્ય થાય છે.રાત્રીએ ચાર પહોરમાં જોવામાં આવેલ સ્વપ્ન અનુક્રમે એકવર્ષ,છમહિના,ત્રણ મહિના અને એક મહીને ફળ આપનાર થાય છે.
  • કોઈ દેવ મંદિરની સમીપે આવાસ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે,ચતુષ્યથમાં કરવાથી ઘરની હાનિ થાય છે.અને ધૂર્ત તથા અમાત્યના ઘર પાસે આવાસ કરવાથી પુત્ર અને ધનનો ક્ષય થાય છે. (૭)મુર્ખ,પાખંડીઓના મતવાળા,નપુંશક,મધપાની અને ચાંડાલ જેવાના પાડોશમાં ન રહેવું.
  •  પહેલા અને છેલ્લા પહોર શિવાય એટલે કે બીજા અને ત્રીજા પહોરની વ્રુક્ષની છાયા ઘર પર આવતી હોયતો તે નિરંતર દુઃખદાયી થઇ પડે છે,વ્રુક્ષની છાયાની જેમ ધજા દંડની છાયા પણ ન પડવી જોઈએ
  •  દ્રવ્ય અને પુત્રાદિકની ઇચ્છાવાળા બુદ્ધિમાન માણસે વ્રુક્ષને છેદીને તેના સ્થાને પોતાનો આવાસ ન કરવો,કેમકે વટોવ્રુક્ષનો છેદ કરવાથી વ્યન્તરો ઉપદ્રવ કરે છે.
  • આમલીના વ્રુક્ષના છેદ કરવાથી ધન તેમજ યશ નો પણ નાશ થાય છે.એમ આચાર્યોએ કહ્યું છે માટે તેનો ત્યાગ કરવો.
  •  જિનમંદિરની પછવાડે સવાસો જેટલા હાથની જમીનની અંદર કરેલ ઘર ધન અને સંતતિનો નાશ કરે છે.તે માટેની વધુ વિગત ચુડામણી ગ્રંથમાં બતાવેલ છે.
  • સ્વ- હિતેચ્છુ પુરુષોએ પોતાના ઘરમાં ભારપટ્ટ જિનેન્દ્રની મૂર્તિ આળેખાવવી....
  • સુસ્વપ્ન જોઇને સુઈ ન જવું અને તે દિવસ ઉગ્યા પછી સદ્દગુરુ યા વડીલ પાસે જઈને કહેવું.તેવીજ રીતે દુ:સ્વપ્ન જોઇને સુઈ જવું તે કોઈને જણાવવું નહી.
  • છીંક થાય,બાળક વળગી પડે,ક્યાં જાવ છો એવા શબ્દોથી લોકો પૂછે,ક્યાંતો બિલાડો અથવા સર્પ જોવામાં આવેતો એવા અવસરે ગમન કરવું શ્રેયસ્કર નથાય.
  • કુલીન સ્ત્રીઓને પતિ પૂજ્ય છે,પતિ દેવ છે,પતિજ સ્વામિ છે અને પતિ જ ગુરૂ છે સુખ અને દુઃખમાં શરણ પતિ જ છે.
  • સતી,રૂપવતી,વિનીત,પ્રેમાર્દ્ર હૃદયવાળી,સરળ સ્વભાવવાળી, નિરંતર સદાચારી અને એવા વિચારમાં દક્ષ એવી પત્ની પુણ્ય યોગેજ પ્રાપ્ત થાય છે.
  • અપકાર પર ઉપકાર કરવો એ ઉત્તમ જણોનું મુખ્ય લક્ષણ છે.
  • વ્રુક્ષોથી સરોવર, સ્ત્રી થી ઘર,પ્રધાનથી રાજા,અને સ્વજનો થી ધર્મકર્મના મહોત્સવો શોભા પામે છે.
  • હે મૂઢ પ્રાણી હું ધનવંત છું એવો ગર્વ ન કર અને ધનહીન છું એવો ખેદ ન કર,કારણકે ભરેલાને ખાલી થતા અને ખાલીને પૂર્ણ કરતાં વિધાતાને વિલંબ લાગવાનો નથી.
  •  વિનયથી વિદ્યા સિદ્ધ થાય છે,વિનયથી કાર્ય સિદ્ધ થાય છે,વિનયથી ધર્મ અને યશ પ્રાપ્ત થાય છે,વિનયથી વિત્ત વધે છે,વિનયથી સુબુદ્ધિ પ્રાપ્ત થાય છે અને શત્રુઓ  હોય તે મિત્ર બની જાય છે.
  •  કંઠે પ્રાણ આવેલા હોય તોપણ અકાર્ય ન કરવું,કંઠે પ્રાણ આવીને ચાલ્યા જાય તોપણ સુકૃત્ય ન છોડવું.
  •  પાત્રને દાન આપનાર-ગુણ પર રાગ કરનાર - સ્વજનો સાથે ભોજન કરનાર - શાસ્ત્રના બોધવાળો અને સંગ્રામમાં યુદ્ધ કરનાર એ સત પુરુષના પાંચ લક્ષણો છે.
  • જે શુદ્ધમન વાળા પુરુષો પરધન ગ્રહણ ન કરવાનો નિયમ લે છે તેઓને લક્ષ્મી સ્વયંવરા થઈને સામી આવી પોતેજ ભેટે છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger