વિશેષ

Thursday 29 November 20120 comments

♣ ચૌદપૂર્વી મહાત્મા ઉત્કૃષ્ટ સર્વાર્થ સિદ્ધ અથવા મોક્ષમાં પણ જાય છે.

♣ અનંત કાળથી સંસારમાં ભમતા આત્મા નું પ્રથમ સ્થાન કેવળીભગવંતોએ "નીગોધ"ને બતાવ્યું છે.

♣ તીર્થંકર ભગવંત ત્રીજા અને ચોથા આરામાં જ ઉત્પન્ન થાય આ અનાદિ કાળનો  નિયમ છે.

♣ તીર્થંકર પરમાત્મા પ્રથમ પ્રહાર સુધી દેશના આપે, ત્યાર બાદ બીજા પ્રહારમાં ગણધર મહારાજ દેશના આપે અને ચોથા પ્રહારમાં ફરીથી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે.

♣ સંસારદાવા જોડાક્ષર વગરનું સૂત્ર છે.

♣ મૌન અગિયારસની આરાધના સુવ્રત શેઠે કરી.

♣ શ્રીપાલરાજા અને મયણા સુંદરી એ સિદ્ધચક્રની આરાધના કરી.

♣ સમ્પ્રતિરાજાએ પૂર્વ ભવમાં પેટની ભૂખ પૂરવા દિક્ષા લીધી.

♣ પરમાત્માના જન્મની ઉજવણી દેવો સ્નાત્ર પૂજાથી કરે છે.

♣ ચંપા શ્રાવિકા એ છ માસના ઉપવાસ કર્યાં.

♣ સુભદ્રાસતી ના પ્રભાવે ચંપાનગરીનું દ્વાર ખુલ્યું.

♣ ચૌદ પૂરવનો સાર નવકાર મંત્રમાં છે.

♣ રાવણને ૧૨૫૦૦૦ પુત્રીઓ હતી.

♣ ચોવીસ તીર્થંકર ભગવંતોની ગણધર સંખ્યા ૧૪૫૨ .

♣ ત્રણે લોકમાં શાશ્વતા જિનાલયો ની સંખ્યા આઠ કરોડ સત્તાવન લાખ બ્યાસી છે.

♣ ત્રણે લોકની શાશ્વતી પ્રતિમાઓ ની સંખ્યા પંદર અબજ બેતાલીસ કરોડ અઠ્ઠાવન લાખ બસોને બ્યાસી છે.

♣ પર્વ તિથીએ લીલા શાકભાજી ન ખવાય કારણ કે પર્વ તિથીએ ચંદ્ર - પૃથ્વી અને શરીર ત્રણે સીધી પંક્તિમાં આવતા દરિયા ના પાણીની જેમ શરીરના પાણીમાં પણ ફેરફાર થાય છે,જેથી અગ્નિતત્વ મંદ પડે છે અને વાયુતત્વ વધે છે જે મગજ માં ચડી વિકૃતિ પેદા કરે છે,અને શરદી વિગેરે રોગો થાય છે,શાકભાજીમાં ૯૦ % પાણી હોય છે, તે ન ખાવાથી પાણી તત્વ કાબુ રહી શકે તે માટે.

♣ બીજ ના દિવસે ચંદ્રમાં ના દર્શન કરવાથી તે દિશામાં રહેલી શાશ્વતી પ્રતિમાના દર્શનનો લાભ મળે છે.

♣ આરતી- મંગળદીવો ....ડાબી બાજુએ થી ઉંચે લઇ જઈ જમણી બાજુએ ઉતારવો તથા મસ્તક ની ઉપર કે નાભિથી નીચે ન જવો જોઈએ.

♣ આત્માને શુભ ભાવમાં રાખે તે ભાવના ચાર પ્રકારની છે.
         (1)  મૈત્રી ભાવના - સર્વે જીવોની પ્રત્યે કરુણા રાખવી,
         (2) પ્રમોદ ભાવના - ગુણીજનો ના ગુણ દેખી આનંદ પામે.
         (3)   કારુણ્ય ભાવના - દુખી જીવો કે ધર્મહીન જીવો પર દયા રાખવી અને,
         (4) મધ્યસ્થ ભાવના - અજ્ઞાની અથવા મૂઢજીવો પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખવો.

♣ જિન પૂજા નો પ્રભાવ :
          (1)  સવારે કરેલી જિનપૂજા - રાત્રિ ના પાપોનો નાશ કરે છે,
          (2)  મધ્યાન્હે કરેલી જિનપૂજા- આ જાન્મ ના પાપો નો નાશ કરે છે,
          (3)  સંધ્યાએ કરેલી જિનપૂજા - સાત ભવો ના પાપો નાશ કરે છે.

♣ રાવણ મહારાજા નો આત્મા (જીવ) ૧૪ ભવ પછી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર થશે.

♣ શ્રી શીતલનાથ ભગવાન ના સમોવસરણ ની ઉંચાઈ ૩૦ ગાઉ હતી.

♣ અશોક વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ હોય.

♣ નંદનઋષિ ના ભવમાં વીર પ્રભુએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.

♣ કર્માશાહ ના પિતાનું નામ તોલાશાહ હતું.

♣ કુર્માપુત્ર ના શરીર ની અવગાહના બે હાથ પ્રમાણ હતી.(જેઓ કેવળજ્ઞાની હતાં)

♣ વીર પ્રભુના શાસનના છ શ્રુત કેવળી....
  નામ
આયુષ્ય
ગોત્ર
વિશેષ માહિતી
શ્રી પ્રભવસ્વામી
૧૦૫
કત્યાયાન
ત્રીજા પટ્ટઘર
શ્રી સ્વયંભવસૂર
૮૫
વસ્સ
ચોથા પટ્ટઘર દસ વૈકાલિક સૂત્ર રચયિતા
શ્રી યાશોભદ્રસૂરિ
૮૬
લુંન્ગિકાયન
-
શ્રી આર્યસંભૂત
-
વિજય - મધર
૧૨ શિષ્ય સંપ્રદાય
શ્રી સ્થવિરભદ્રબાહુ
૭૬
પ્રાચીન
ઉવસગ્ગહરં રચયિતા
શ્રી સ્થુલભદ્રસૂરિજી
૯૯
ગૌતમ
૮૪ ચોવીસી સુધી નામ અમર રહેશે.

♣ પ્રભુમહાવીરના સમયના નવ નિન્હાવ :- 

(1) જમાલી (2)  તિષ્યગુપ્ત (3) અષાઢાચાર્ય,(4) અશ્વમિત્રાચાર્ય, (5) ગંગાચાર્ય (6) રોહગુપ્ત,(7) ગોષ્ઠામાહીલ, (8) શિવભૂતિ, (9) લૂંકા મતિ

♣ પ્રભુ મહાવીરના દસ શ્રાવકો :-
 (1) આનંદ (2) કામદેવ (3) ચૂલણીપિતા (4) સુરાદેવ (5) ચુલ્લગશતક  (6) ફુંડકોલિક (7) સદ્દાલપુત્ર (8) મહાશતક (9) નંદની પ્રિય (10) તેતલીપિતા

♣પ્રભુ મહાવીરના નિર્વાણ સમય પર પુણ્યપાલ રાજાના સ્વપ્ન અને ફળ:-
હાથી
પંચમ કાળમાં ક્ષણિક સુખ માટે મહા દુઃખમય સંસાર નહિ છોડે
વાંદરી
ધર્માચાર્યો ચંચળ પરિણામી થશે.
ક્ષીરવૃક્ષ
શ્રાવકો અન્ય દર્શનીને વશ થઇ જશે.
કાકપક્ષી
ગચ્છની વ્યવસ્થા તૂટી જશે.
સિંહ
અન્યધર્મી કરતાં સ્વધર્મીઓ જિનધર્મ ની હેલના કરશે.
કમળ
ધર્મીજનો પણ દુર્જનો ની સોબત થી ભ્રષ્ટ થશે.
બીજ
પાત્રાપાત્ર નો વિચાર કર્યાં વિના ધર્મનું શ્રાવણ કરાવશે, તેથી પરિણામ સારું નહિ આવે.
કુંભ
ક્ષમાદિ ગુણયુક્ત સાધુ થોડા હશે.

♣ પ્રભુને શૂલપાણી યક્ષના મંદિરમાં આવેલ દસ સ્વપ્ન અને ફળ:-
  1. તાલ પિશાચનો ઘાત કાર્યો   -    પ્રભુ મોહનીય કર્મ નો ઘાત કરશો.
  2. સેવા કરતું સફેદ પક્ષી         -     શુક્લ ધ્યાન માં આરૂઢ થશો.
  3. કોયલ પક્ષી નું ગીત            -      દ્વાદશાંગી ની પ્રરૂપણા પામશો.
  4. સેવા કરતો ગાયોનો સમૂહ   -     ચતુર્વિધ શ્રી શાંઘ ની સ્થાપના કરશો.
  5. મહા સાગર પર ઉતર્યા        -      ભવ ભ્રમણ નો અંત કરશો.
  6. ઉગતો સૂર્ય                         -       કેવળ જ્ઞાન દર્શન ની પ્રાપ્તિ થશે.
  7. આંતરડા વડે માનુષોત્તર પર્વતને વીંટ ળાઈ ગયાં - ત્રણ ભુવનમાં આપણી કીર્તિ ફેલાશે.
  8. મેરૂપર્વત ઉપર આરોહણ       -      સમવસરણ માં બેસી દેશના આપશો.
  9. દેવો ધ્વારા સેવાતું પદ્મ સરોવર  - ચાર નિકાય ના દેવો સેવા કરશે.
  10. પુષ્પ ની બે માળા                  -      સર્વ વિરતિ અને દેશ વિરતિ ધર્મની પ્રરૂપણા કરશો. 
♣ પ્રભુનો ચતુર્વિધ સંઘ:-
  સાધુ       -  ૧૪૦૦૦,  સાધ્વી    - ૩૬૦૦૦  
  શ્રાવક     - ૧૫૯૦૦૦,  શ્રાવિકા   - ૩૧૮૦૦૦  
  ગણધર    - ૧૧,          ચૌદપૂર્વઘર     - ૩૦૦  
  કેવળજ્ઞાની  - ૭૦૦     મન;પર્યવજ્ઞાની - ૫૦૦  
  અવધીજ્ઞાની -૧૩૦૦ વાદલબ્ધિ       - ૪૦૦  
  વૈક્રિયલબ્ધિ  - ૭૦૦    અનુત્તરવાસી    - ૮૦૦

♣ પ્રભુ મહાવીરના ઉપાસક રાજા :-
 ક્રમ
નામ
સ્થાન 
અંતે અવસ્થા 
1
કનકધ્વજ 
તેતલીપુર 
            -
2
કરકંડુ 
કાંચનપુર 
પ્રત્યેકબુદ્ધ 
3
કોણિક -શ્રેણિકરાજા
મગધ 
શ્રમણોપાસક 
4
અદીનશત્રુ 
હસ્તિશીર્ષ 
શ્રમણોપાસક 
5
અપ્રતિહત 
સૌગન્ધિકા 
શ્રમણોપાસક 
6
અર્જુન 
સુઘોષ 
શ્રમણોપાસક 
7
અલક્ખ
વણારસી-કાશી 
સંયમગ્રહણ 
8
ઉદયન 
કૌશામ્બી 
શ્રમણોપાસક 
9
ઉદ્રાયણ 
સિંધુ-સૌવીર 
સંયમગ્રહણ 
10
ગાગલી
પૃષ્ઠ-ચંપા 
સંયમગ્રહણ 
11
ચંડપ્રદ્યોત
ઉજ્જૈની 
શ્રમણોપાસક 
12
ચેટક 
વૈશાલી 
શ્રમણોપાસક 
13
જિતશત્રુ 
નવનગરો 
શ્રમણોપાસક 
14
દત્ત 
ચંપાનગરી 
શ્રમણોપાસક 
15
દધિવાહન
ચમ્પાપુરી 
સંયમગ્રહણ 
16
દશાર્ણભદ્ર 
દશાર્ણપુર 
સંયમગ્રહણ 
17
દ્વિમુખ 
કામ્પિલ્યપુર 
પ્રત્યેકબુદ્ધ 
18
ધનાવહ 
ઋષભપુર 
શ્રમણોપાસક 
19
નમિ-રાજર્ષિ 
મિથિલા 
પ્રત્યેકબુદ્ધ 
20
નગ્ગતિ
          -
પ્રત્યેકબુદ્ધ 
21
નંદિવર્ધન
ક્ષત્રિયકુંડ 
શ્રમણોપાસક 
22
પુણ્યપાલ 
         -
શ્રમણોપાસક 
23
પ્રદેશી 
સેતમ્બિકા
શ્રમણોપાસક 
24
પ્રસન્નચંદ્ર 
પોતનપુર 
સંયમગ્રહણ 
25
પ્રિયચંદ્ર 
કનકપુર 
શ્રમણોપાસક 
26
બલ 
મહાપુર 
શ્રમણોપાસક 
27
મહાચંદ્ર
સારંજણી 
શ્રમણોપાસક 
28
મહાબલ
પુરિમતાલ 
શ્રમણોપાસક 
29
મિત્ર 
વાણિજ્યગ્રામ 
શ્રમણોપાસક 
30
મિત્રનન્દી 
સાકેતપુર 
શ્રમણોપાસક 
31
વાસવદત્ત
વિજયપુર 
શ્રમણોપાસક 
32
વિજય 
પોલાસપુર 
શ્રમણોપાસક 
33
વિજય 
મૃગાગ્રામ 
શ્રમણોપાસક 
34
વિજયમિત્ર
વર્ધમાનપુર 
શ્રમણોપાસક 
35
વીરકૃષ્ણમિત્ર 
વીરપુર 
સંયમગ્રહણ 

♣ આ ભરતક્ષેત્રમાં છેલ્લા યુગપ્રધાન આચાર્ય શ્રી દુપ્પહસૂરી થશે.

♣ તિર્છાલોકમાં શાશ્વતી પ્રતિમાઓ નંદીશ્વરદ્વીપ અને વૈતાઢ્ય પર્વત પર આવેલી છે. જેની ઉંચાઈ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ છે.

♣ શ્રી ચંદ્રકેવલીનું નામ વર્ધમાન તપની આરાધનાને કારણે ૮૦૦ ચોવીસી સુધી અમર રહેશે.

♣ શ્રી સ્થુલીભદ્રસૂરીનું નામ ૬૪ ચોવીસી સુધી અમર રહેશે.

♣ શ્રી શત્રુંજય મહાતીર્થ એ શાશ્વત તીર્થ છે અનંતાકાળ થી છે અને અનંતાકાળ સુધી રહેશે.

♣ નવકાર મહામંત્ર એ શાશ્વતો મંત્ર છે અનાદી કાળ થી ચાલતો આવેલો આ મંત્ર અનાદી કાળ સુધી રહેશે.

♣ પ્રભુ મહાવીર ઉપર ગૌતમસ્વામીને અત્યંત સ્નેહ રાગ થવાનું કારણ, વીરપ્રભુ જયારે ત્રિપૃષ્ઠ વાસુદેવ હતાં, ત્યારે ગૌતમસ્વામી તેમના સારથી હતાં.

♣ એક વખત આદિનાથ ભગવાનનું નામ લેવાથી અડસઠ તીર્થ યાત્રાનું ફળ મળે છે એમ શિવ પુરાણમાં લખ્યું છે. - (अष्ट षष्टिषु तीर्थेषु यात्रायाँ यत्फलं भवेत् आदिनाथस्य देवस्य समरणे नापि तद भवेत्)

♣ રામચંદ્રજીને ચારપત્ની હતી -સીતા -પ્રભાવતી-રતિનિભા અને શ્રીદામા તથા લક્ષ્મણજીને ૧૬૦૦૦ રાણીઓ હતી.

♣ ભરૂચનગરમાં રહેતાં જિનદાસશ્રાવક તથા સુહગદેવી શ્રાવિકાને જમાડવાથી એકલાખ સાધર્મિકની ભક્તિનો લાભ મળતો હતો.

♣ દેવલોકમાં સુધર્માવતંસક વિમાન અને ઈશાનાવતંસક વિમાન સાડાબાર લાખ યોજન લાંબા અને પહોળા હોય છે.

♣ ગૌશાલક કેવલજ્ઞાન પામ્યા પછી પ્રથમ દેશનામાં શ્રોતાઓને પોતાના પૂર્વભવની કાળી કથા બતાવશે, અને તેનો ઉપસંહાર કરતાં કહેશે કે ક્યારે પણ ધર્મગુરૂઓની નિંદા કરશો નહિ.નહીતો મારા જેવા ભયંકર હાલ થશે.

♣ આવતી ચોવીસીના અંતિમ જિન ભદ્રકૃતસ્વામીનું શાશન સંખ્યાતા લાખપૂર્વ સુધી ચાલશે.

♣ દેવના પાંચ પ્રકાર છે...
          (1) ભવ્ય દ્રવ્ય દેવ - તીર્યગ્ચ મનુષ્ય વિગેરે ભાવિ દેવ.
          (2) નરદેવ - ચક્રવર્તી વિગેરે.
          (3) ધર્મદેવ - સાધુ વિગેરે.
          (4) ભાવદેવ - ચાર પ્રકારના દેવ તે.
          (5) દેવાધિદેવ - તીર્થંકર ભગવંત.

♣ ભવ્ય જીવો ત્રણ પ્રકારના હોય છે
         (1) આસન ભવ્ય- જલ્દી મોક્ષે જવા વાળા,
         (2) મધ્યમ ભવ્ય - થોડા ભવોમાં મોક્ષે જવા વાળા, અને
         (3) દુર્ભવ્ય - ઘણાં કાળે મોક્ષે જવાના.

♣ અભવ્ય જીવો સંયમી બન્યા પછી નવમાં ગ્રૈવયેક સુધી જાય છે, પરંતુ અનુત્તરમાં  ક્યારેય ન જાય.

♣ મહાવિદેહ ક્ષેત્રમાં કેવળજ્ઞાની ની સંખ્યા બે કરોડ અને સાધુ ઓની સંખ્યા વીસ અબજ ની છે.

♣ એક વખત અબ્રહ્મ (અબ્રહ્મચર્ય) ના સેવન (પાપ) થી નવ લાખ અસંજ્ઞી જીવો (મનુષ્યો) ની હિંસા થાય છે.

♣ આજથી લગભગ ૮૧૫૦૦ (Eighty one thosand five hundred) વર્ષ પછી પહેલા તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામી થશે, જે શ્રેણિક રાજાનો જીવ હશે.

♣ અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર છે , જયારે તિરછાલોકમાં તો અસંખ્યતા સૂર્ય ચંદ્ર છે.

♣ વજ્ર સ્વામી વીર નિર્વાણથી ૫૮૪ વર્ષે અને વિક્રમ સંવતથી ૧૧૪ વર્ષે કાળધર્મ પામ્યા. દિક્ષા પહેલા ૧૧ અંગ ભણ્યા, તેમનો જન્મ તુમ્બવન નગરીમાં થયો, તેમના પિતાનું નામ ધનગિરિ હતું.

♣ કુમારપાળ રાજાનો જન્મ વિક્રમ સંવત ૧૧૪૪ માં થયો અને અવસાન ૧૨૩૦ થયું.

♣ દુપ્પહસુરીના પાંચ ભવ ! પહેલા ભવમાં મનુષ્યપણામાં ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા.બીજા ભવમાં દેવલોકમાં છે. ત્રીજા ભવમાં દુપ્પહસૂરી થશે અને ચોથા ભવમાં દેવલોકમાં અને પાંચમાં ભવમાં મનુષ્ય થઇ મોક્ષે જશે.

♣ વીશ વિહરમાન તીર્થંકરોનો જન્મ શ્રી કુંથુનાથ સ્વામી અને અરનાથ સ્વામી વચ્ચેના સમય (આંતરા)માં થયો, તથા દિક્ષા અને કેવલજ્ઞાન શ્રી મુનિસુવ્રત સ્વામી અને નેમિનાથ સ્વામીના વચ્ચેના સમય(આંતરા)માં થયા,અને નિર્વાણ આવતી ચોવીશીના સાતમાં તીર્થંકર શ્રી ઉદયપ્રભસ્વામી અને આઠમાં તીર્થંકર શ્રી પેઢાલ સ્વામીની વચ્ચેના સમય દરમ્યાન થશે.

♣ દેવલોકમાં દેવી દેવતાઓ ના એક નાટકમાં લગભગ ચાર હજારવર્ષ જેટલો સમય વ્યતીત થાય છે.

♣ કોણિક રાજા મરીને છઠ્ઠી નરક માં ગયાં.

♣ સાતમી નરકમાં કુલ પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસોને ચોરાસી જાતના રોગ હોય છે.

♣ પાંચમાં આરાના અંત માં આવશ્યકસૂત્ર, દસવૈકાલિક,નદીસૂત્ર અને અનુયોગ દ્વારજ નામના આગમ સુત્રો રહેશે બાકીના આગમનો વિચ્છેદ થશે.

♣ કાર્તિકમુનિ પ્રમાદના વશથી સુત્રો ભૂલી જવાના કારણે ચૌદપૂર્વી હોવા છતાં પહેલા દેવલોકમાં ગયાં.

♣ સુક્ષ્મ નિગોદના જીવ એક વર્ષમાં સત્તર કરોડ સિત્યોતેર લાખ આઠયાસી હજારને આઠસો ભવ કરે છે.

♣ સમકિતના પાંચ ભૂષણ (1) સ્થૈર્ય (2) ભાવના (3) ભક્તિ (4) જૈન શાસનમાં કુશળતા અને (5) તીર્થસેવા.

♣ સિદ્ધ અને અરિહંત :- સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન થી ઉચા હોવા છતાં અરિહંત નું ગણત્રી માં પ્રથમ સ્થાન ગણાય છે. કારણકે પૃથ્વી પર અરિહંતો વિચરી ને કેવળજ્ઞાની હોવાથી ભવિક જીવોને ઉપદેશ આપી સંસારરૂપી સમુદ્ર માંથી તારી તેમનું કલ્યાણ કરે છે, એથી સંસારી જીવોને સિદ્ધ ભગવાન કરતાં અરિહંત ભગવાનનો વિશેષ ઉપકાર છે.

♣ વર્તમાન આરા માં મનુષ્ય ચોથા દેવલોક સુધી અને પાપી મનુષ્ય બીજી નરક સુધી જાય છે.

♣ નરક માં રહેલા જીવો જે દુખ પામે તેના કરતાં વધારે અનંત ઘણું દુઃખ નિગોદ ના જીવ પામે છે.

♣ ભવાંભિનન્દી -: એટલે ભવ-સંસારિક સુખ માં આનંદ પામનાર.

♣ આત્માનંદી -: એટલે આત્માના જ્ઞાનાદિક ગુણો માં આનંદ પામનાર.

♣ ઉપધાન વહન કરવાની ક્રિયા જે સાધુ ભગવંતોએ મહાનીશીય સૂત્ર ના યોગ વહન કરેલા હોય, તેજ કરાવી શકે.

♣ સ્વપ્ન આવવાના કારણ :-
     (1) અનુભવથી
     (2) સાંભળવાથી
     (3) પ્રકૃતિ ના વિકારથી
     (4) સ્વાભાવિક ચિંતાથી
     (5) દેવતા ની પ્રેરણાથી
     (6) ધર્મકાય ના પ્રભાવથી
     (7) પાપ ના ઉદ્વેગથી

♣ જીવ નીકળવાના પાંચ ધ્વાર અને ગતિ :-

     (1)  જીવ પગે થી નીકળે તો નરક ગામી થાય,
     (2)  જીવ ઉરે થી નીકળે તો તિર્યંચ ગામી થાય,
     (3)  હૃદય થી નીકળે તો મનુષ્ય થાય,
     (4)  મસ્તકે થી નીકળેતો દેવ થાય અને,
     (5)  સર્વાન્ગેથી નીકળેતો સિદ્ધગામી થાય.

♣ નારકીના જીવો ને .........ક્રોધ વધારે હોય,
   તીર્યંચ ને ...................માયા વધારે હોય,
   મનુષ્યોને....................માન(અભિમાન) વધારે હોય
   દેવતાઓને.................લોભ વધારે હોય છે.

♣ જંબુસ્વામી છેલ્લા કેવલી અને મુક્તિગામી થયા,શાસ્ત્રકારો જણાવે છે કે એમના પછી, નીચેની દશ વસ્તુઓનો વિચ્છેદ થયો.
     (૧) મન:પર્વજ્ઞાન (૨)પરમાવિધી (૩)પુલ્લાક લબ્ધી,(૪) આહારક શરીર (૫) ક્ષપક શ્રેણી
     (૬) ઉપશમ શ્રેણી (૭) જિનકલ્પ સંયમત્રિક (૮)પરિહાર વિશુદ્ધિ (૯) કેવળજ્ઞાન (૧૦) મોક્ષ.

♣ સાતમી નરકનો જીવ મરીને તીર્યંચ થાય છે,મનુષ્ય થતો નથી.

♣ સ્ત્રી જાતિ વધારેમાં વધારે છઠ્ઠી નારકી સુધી જાય છે.

♣ ચિત્ત-વિત્ત અને પાત્ર એ ત્રણનો યોગ મહાફળદાયી છે.

♣ પૌષધમાં એકાસણું કરનારને લીલું શાક ખપે નહિ.

♣ સાધ્વી અથવા શ્રાવિકાએ કહેલા સુત્રોકે પચ્ચખાણ પુરુષોને કલ્પે નહિ.

♣ પાંચ મહાવ્રત માંથી ચાર મહાવ્રતના ભંગ પરત્વે પ્રાયશ્ચિત હોઈ શકે,પરંતુ બ્રહ્મચર્યના વ્રતમાં અવકાશ (અપવાદ) હોઈ શકે નહિ,વિશેષ ગુરૂગમથી જાણવું.

♣ વિનય થી જ્ઞાન, જ્ઞાન થી દર્શન, દર્શન થી ચારિત્ર અને ચારિત્ર થી મોક્ષ મળે છે.

♣ ઉત્સુત્ર ભાષણ થી સંસાર ની વૃદ્ધિ થાય છે.

♣ દાન ના પ્રકાર (1) અભયદાન (2) સુપાત્ર દાન (3) અનુકંપાદાન (4) ઉચિત દાન અને (5) કીર્તિદાન

♣ ધ્યાન ના પ્રકાર (1) આર્તધ્યાન (2) રૌદ્રધ્યાન (3) ધર્મ ધ્યાન (4) શુકલ ધ્યાન

♣ ગારવ:- (1) ઋદ્ધિ ગારવ (2) રસ ગારવ (3) શાતા ગારવ

♣ તીર્થંકર પરમાત્મા ૧૮ દોષ થી રહિત હોય છે.
 (૧) અજ્ઞાન (૨) નિદ્રા (૩) દાનાન્તરાય (૪) લાભાન્તરાય (૫) ભોગાન્તરાય (૬) ઉપ-ભોગાન્તરાય,
(૭) વિર્યન્તરાય (૮) મિથ્યાત્વ (૯) અવિરતિ (૧૦) રાગ (૧૧) દ્રેષ (૧૨) વેદ (૧૩) હાસ્ય (૧૪) રતિ,
(૧૫)અરતિ (૧૬) શોક (૧૭) ભય (૧૮) જુગુપ્સા

♣ તીર્થંકર પરમાત્મા ના ૧૨ ગુણ અને ચાર વિશેષણ :-
• ૧૨ ગુણ :- (૧) અશોકવ્રુક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વની (૪) ચામર (૫) સિંહાસન, (૬) ભામંડળ (૭) દંદુભી (૮) છત્ર (૯) જ્ઞાનાતિશય (૧૦) વચનાતિશય, (૧૧) પૂજાતિશય (૧૨) અપાયાપગમાતિશય
• ૪વિશેષણ :- (1) મહાગોપ (૨) મહામહાણ (૩) મહા નિર્યામક (૪ ) મહાસાર્થવાહ

સુઘોષા ઘંટ નુ પ્રમાણ :-
      (૧)  પહોળાઈ - ૧૨ યોજન,
      (૨)  ઉંચાઈ - ૦૬ યોજન ,
      (૩)  લોલક -૦૪ યોજન
      (૪)  એકી સાથે ૫૦૦ દેવતા વગાડે છે.

♣ પરમાત્માના જન્માભિષેક માટે મેરૂપર્વત પર જતાં પહેલા સુઘોષા ઘંટનાદ કરી દેવોને શુભ સમાચાર હરિગમેષિ દેવ આપે છે.

♣ ભગવાનના કલ્યાણક સમયે નારકીમાં થતાં અજવાળા અને તેના પ્રકાર :-
 નરક નુ નામ.....                              અજવાળાનો પ્રકાર
(૧) રત્નપ્રભા       (ધમ્મા રત્ન)              સૂર્યજેવો
(૨) શર્કરાપ્રભા      (વંશા કાંકરા)              વાદળા સહિત સૂર્ય
(૩) વાલુકાપ્રભા     (શેલા રેતી)               ચંદ્રજેવો
(૪) પંકપ્રભા        (અંજના કાદવ)            વાદળા સહિતચંદ્ર
(૫) ધ્રુમપ્રભા        (રિરીષ્ટા ધુમાડા)         ગ્રહ્જેવો
(૬) તમઃપ્રભા        (મઘા ધુમાડા)             નક્ષત્ર જેવો
(૭) તમઃતમઃપ્રભા   (માઘવતી)              ગાઢઅંધકાર તારા જેવો

♣ તીર્થંકર પરમાત્મા ને પ્રાપ્ત થતી રિદ્ધિ - સિદ્ધિ :-
  (૧) બુદ્ધિ રિદ્ધિ -    જ્ઞાન રિદ્ધિ.
  (૨) ચારણ ક્રિયા - જ્યાં ચાહે ત્યાં ગમન કરવાની શક્તિ.
  (3) વૈક્રિયરિદ્ધિ -  જેના કારણે જુદા જુદા રૂપ કરવાની શક્તિ.
  (૪) તપ ઋદ્ધિ -   કઠીન તપ કરી શકે.
  (૫) બલઋદ્ધિ -મન,વચન અને કયા નું મન માન્યું બળ કરી શકે.
  (૬) ઔષધિ ઋદ્ધિ- પરસેવો તથા હવા સ્પર્શવાથી રોગી ના રોગ દુર થાય.
  (૭) રસઋદ્ધિ - જેના કારણે નીરસ ભોજન રસવંતુ અને પૌષ્ટિક થાય.
  (૮) અક્ષિણ મહાનસ ઋદ્ધિ -જેના કારણે ભોજન,સ્થાન વિગેરે માં વૃદ્ધિ થાય.

♣ વર્ષિદાન ( દિક્ષા પૂર્વે એકવર્ષ સુધી તીર્થંકર ભગવાન વર્ષિદાન આપે છે) :-
  * ભગવાન રોજ એક કરોડ આઠ લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપે છે.
  * એક વર્ષમાં ત્રણસો અઠ્યાસી કરોડ એસી લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપે.
  * ભગવાન દાન આપતા શ્રમિત ન થાય તેવા પ્રકારની શક્તિનો સંચય સૌધર્મ ઇન્દ્ર કરે છે.
  * ઇશાનેન્દ્ર -રત્નજડિત છડી લઇ ઉભા રહે જેથી યાચક ભાગ્ય પ્રમાણે યાચના કરે.
  * ચર્મેન્દ્ર અને બલીન્દ્ર ભગવાનની મુઠ્ઠીમાં યાચક ની ઈચ્છાથી વધારે કે ઓછું હોય તો ભાગ્યાનુસાર જ કરી દે.
  * ભવનપતિ -ભરતક્ષેત્ર માંથી માણસોને સંવત્સરી દાન પ્રાપ્ત કરવા ઉપાડી લાવે.
  * વાણવ્યંતર-દાન લેવા આવેલા યાચકોને પોતાના સ્થાને પાછા પહોચાડી દે.
  * જ્યોતિષીઓ -વિધ્યાધરો ને દાનની ખબર પડે.
  * દાન આપવા લાયક દ્રવ્યો, ગણી ને શ્રીફળ વિગેરે, તોલીને ગોળ-ખાંડ વિગેરે, માપીને ઘી-તેલ તથા જોઈને હીરા-માણેક વિગેરે.
  *  કુબેરની આજ્ઞાથી જુમ્બકદેવો ગામ-નગર,કુવા-વાવ,તળાવ-ગુફા-જંગલ -ખેતર-વન આદિ સ્થળે છુપાવેલ ધન વાપરવા માટે લાવીને આપે.

♣ પાંચસો ધનુષ્ય ની અઠ્યાસી (૮૮) હજાર પ્રતિમા ભરાવતાં જેટલું ફળ મળે તેટલું ફળ ઇરિયાવહીયા પડીક્કમતાં થાય.

♣ જે નિત્ય (દરરોજ) શુદ્ધભાવે પ્રતિક્રમણ કરે તેને અનુત્તર સમાં મોટા સુખ પ્રાપ્ત થાય છે.


♣ ૧૮ દોષ રહિત એક રાત્રી નો (આઠ પ્રહાર) નો પૌષધ કરવાથી ૨૭ અબજ ૭૭ કરોડ લાખ ૭૭ હજાર ૭૭૭ પલ્યોપમ નું દેવલોક નું આયુષ્ય બંધાય છે.


♣ રસ્તામાં જિનાલય આવે અને ણમો જિનાનમ ન કહે તો છઠ્ઠ નું પ્રાયશ્ચિત આવે છે.


♣ દરરોજ પાંચ તીર્થની યાત્રા કરે અને પાંચ મુનિરાજ ને વહોરાવે તેટલો લાભ ચુલા ઉપર ચંદરવો બાંધવાથી થાય.


♣ જે મણી જડિત સુવર્ણ ના પગથીયા વાળું હજાર થાંભલા વાળું ઉચું અને સુવર્ણ ના તળિયાવાળું શ્રી જિન મંદિર બનાવે તેનાથી પણ વધારે ફળ તપ સહીત એક પૌષધ કરવાથી મળે છે.


♣ રેવતીએ મહાવીર પ્રભુ ના શિષ્ય સિહઅણગાર ને વહોરાવતા તીર્થંકર નામ કર્મ બાંધ્યું.


♣ કાર્તિક શેઠે ૧૦૦૮ મિત્રો સાથે દિક્ષા લીધી.


♣ હરિકેશમૂનિ ચંડાળ કુલ માંથી સાધુ બન્યા.


♣ મમ્મણ શેઠે સાધુ ને વહોરાવ્યા પછી અશુભ કર્મ બાંધ્યું.


♣ આર્દ્રકુમાર ને જિનપ્રતિમા જોઈ જાતિ સ્મરણજ્ઞાન થયું.


♣ મહાવીરપ્રભુ પછી જંબુ સ્વામી ૬૪ વર્ષે મોક્ષે ગયાં.


♣ મરૂદેવી માતા પછી ઋષભદેવ ભગવાન એક લાખ પૂર્વમાં ૧૦૦૦ ઓછા વર્ષે મોક્ષે ગયાં.


♣ પોતાની રિદ્ધિ નું અભિમાન કરતાં દશાર્ણભદ્ર રાજાએ દિક્ષા લીધી .


♣ વેશ્યાને વીર ઉપાસિકા બનાવનાર અને ૮૪ ચોવીસી સુધી અમર રહેનાર સ્થૂલભદ્ર મુનિ હતા.


♣ નંદિષેણમૂનિ વેશ્યા ને ઘરે રહી ને રોજ ૧૦ જીવોને પ્રતિબોધ પમાડતાં.


♣ બ્રાહ્મી (ઋષભ દેવ ભગવાન ની પુત્રી) આ અવસર્પિણીમાં પ્રથમ સાધ્વી થયા.


♣  શ્રી અભયદેવસૂરી નવઅંગી ટીકાકાર હતા.


♣ અંજનાદેવી એ બાવીસ વર્ષ સુધી દુખ ભોગવ્યું.


♣ ચંદ્રગુપ્ત રાજા ને પૌષધ માં ૧૬ સ્વપ્ન આવ્યા.


♣ હીરસુરીશ્વરવજી મહારાજે અકબર બાદશાહ ને પ્રતિબોધ પમાડ્યો.


♣ સ્કંધકાચાર્ય ના ૪૯૯ શિષ્યો ને પાપી પાલકે ઘાણીમાં પીલ્યા.


♣ તીર્થંકર નામકર્મ નિકાચિત કરવા ૨૦ સ્થાનક તપ કરવો પડે.


♣ વજ્રસ્વામી ઘોડિયા માં ૧૧ અંગ ભણ્યા હતા.


♣ ચંડકૌશિક સર્પ મરીને આઠમા દેવલોક માં ગયો.


♣ કુર્માપુત્ર કેવળજ્ઞાન પામ્યા પછી છ મહિના સુધી ઘરે રહ્યા હતા.


♣ નાભિરાજા(ઋષભદેવ ભગવાન ના પિતા) ની પાંચસો પચ્ચીસ ધનુષ્ય પ્રમાણ ની કાયા હતી.


♣ મરૂદેવી માતા નું શરીર પ્રમાણ પાંચસો ધનુષ્ય હતું.


♣ વજ્રસ્વામી નો જન્મ તુંબવન ગામ માં થયો હતો.


♣ તિલકમંજરી ગ્રંથ ની રચના ધનપાલ કવિ એ કરી હતી.


♣ તામલી તાપસે ૬૦૦૦૦ વર્ષ તપશ્ચર્યા કરી.


♣ ધર્મરૂચી અણગારે માસક્ષમણ ના પારણે કડવી તુંબડી વાપરી.


♣ કાકન્દીનો ધન્નો માત્ર નવ મહિના માં તપ થી સર્વાર્થસિદ્ધ માં ગયો.


♣ પોતાના પુત્ર મનક માટે શય્ય્મ્ભવસૂરી એ દશ વૈકાલીક સૂત્ર બનાવ્યું.


♣ આર્યરક્ષિત સૂરી એ નિગોદ નું વર્ણન કર્યું.


♣ શ્રી મણિભદ્ર ઇન્દ્ર તપાગચ્છ ના અધિષ્ઠાયક છે.


♣ પ્રતિક્રમણમાં ઉભા ઉભા ક્રિયા કરવાથી એક આયંબીલ નું ફળ મળે છે.

♣ થાળી ધોઈને પીવાથી એક આયંબીલનું ફળ મળે છે. (જમ્યા પછી)

♣ જિનેશ્વર ભગવંત ની પ્રમાર્જના કરવાથી ૧૦૦ વર્ષ ના ઉપવાસનું , વિલેપન કરતાં ૧૦૦૦ વર્ષના અને ફૂલ ની માળા(હાર) ચઢાવતા એક લાખ વર્ષના ઉપવાસ નું ફળ મળે છે.

♣ જિનમંદિરે જવાની ઈચ્છા કરતાં એક ઉપવાસ અને જિનેશ્વર ભગવંતની પૂજા કરતાં (વિધિ પૂર્વક) એક હજાર વર્ષ ના ઉપવાસનું ફળ મળે છે.

♣ દહેરાસરમાં પ્રદક્ષિણા દેતાં ૧૦૦ વર્ષ ના ઉપવાસનું ફળ મળે છે.

♣ બત્રીશ દોષ રહિત શુદ્ધ વિધિ પૂર્વક ગુરૂ વંદન કરનાર અલ્પ સમય માં મોક્ષ કે વૈમાનિકપણા ને પામે છે

♣ સામાયિકમાં સંસાર ના વિચાર કરવાથી સામાયિક નિરર્થક બને છે.

♣ અવારનવાર સામયિક સમભાવ થી કરવું જોઈએ,કારણ કે સમભાવ વાળા સામાયિક થી ૯૨૫૯૨૫૯૨૫ -૩/૮ પલ્યોપમ થી વધારે વર્ષનું દેવલોક નું આયુષ્ય બંધાય છે.

♣ લોગસ્સ ના કાઉસ્સગ થી ૬૧૩૫૨૧૦ પલ્યોપમ પ્રમાણે દેવલોક નું આયુષ્ય બંધાય છે.

♣ રાત્રી ભોજન ત્યાગ થી અર્ધું આયુષ્ય ઉપવાસ માં વ્યતીત થયેલું ગણાય.

♣ દેવાલય પર ધજા ચઢાવવાથી દેવો તેમજ પિતૃ સંતુષ્ઠ થાય છે.

♣ સમસ્ત ભૂતલના તીર્થ ની યાત્રા કરવાથી જે પુણ્ય ઉપાર્જન થાય તે પુણ્ય પ્રાસાદ ઉપર, જિનાલય પર ધજા ચઢાવવાથી થાય છે.

♣ ૫૫૦૦ ગર્ભવતી ગાયો ને અભયદાન દેતાં જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય એક મુહપત્તિ કોઈ ને આપવાથી થાય.

♣ શ્રી જિનેશ્વર ભગવંતને શોભાવતાં ૨૫૦૫૨ ચૈત્ય ના મંડપ કરાવે તેટલું ફળ એક ચરવળો કોઈને આપવાથી મળે છે.

♣ એક કરોડ પાંજળાપોળ અથવા માસક્ષમન કરવવાથી જેટલું ફળ મળે તેટલું ફળ એક કામળી આપવાથી મળે છે.

♣ ગોકુલની દસ હજાર ગાયો ને એક એક ને દસ હજાર વાર અભયદાન દેતાં જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય બીજા ને પ્રતિક્રમણ નો ઉપદેશ દેતાં થાય છે.

♣ અઠ્યાસી (૮૮) હજાર દાનશાળા થી જેટલું પુણ્ય ઉપજે તેટલું પુણ્ય સંઘ તથા ગુરુને વંદન કરવાથી ઉપજે.

♣ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવો એકાવતારી છે, તે કારણે ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ લઇ મોક્ષમાં જાય છે.

♣ ભગવાન મહાવીરના ચાર કલ્યાણક હસ્તોતરા નક્ષત્રમાં થયા

♣ ભગવાન શ્રી મહાવીરપ્રભુ ને કેવળજ્ઞાન વૈશાખ સુદી દસમના દિવસે જ્રુમ્ભિક ગામ માં ઋજુવાલિકા નદીને કિનારેથયું.

♣ ભગવાન શ્રી મહાવીરપ્રભુનું નિર્વાણ સ્વાતી નક્ષત્રમાં થયું.

♣ ભગવાન શ્રી મહાવીરપ્રભુએ શાસનની સ્થાપના વૈશાખ-સુદી-૧૧ ના દિવસે મહાસેન નામના વનમાં કરી.

♣ શ્રી મહાવીરપ્રભુ ના પ્રથમ ગણધર "ગૌતમ સ્વામી"પ્રથમ શ્રમણી ચંદનબાળા, પ્રથમ શ્રાવક શ્રીશંખ શ્રાવક અને પ્રથમ શ્રાવિકા શ્રી સુલસા સતી હતા.

♣ શ્રી મહાવીર પ્રભુ ક્યારે પણ પૃથ્વી પર સ્થિર થઈને બેઠા નથી તેઓ હમેશા, ગોદોહિકા આસનમાં જ બેસતાં.

♣ મહાવીરપ્રભુએ અંતિમ દેશના સોળ પ્રહરસુધી આપી.

♣ મહાવીરપ્રભુ ઉપદેશમાં ગૌતમ સ્વામીને સમયં ગોયમમાં પમાય એ એમ વારંવાર કહેતાં.

♣ વીર પ્રભુ મહાવીરનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે.

♣ વીર પ્રભુના ૧૪૦૦૦ સાધુઓમાં ધન્નાઅણગાર ઉત્કૃષ્ટ તપસ્વી હતા.

♣ ભગવાન શ્રી મહાવીરપ્રભુએ નિર્વાણ સમયે શ્રી ગૌતમ સ્વામી ને દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા હતા.

♣ શ્રી ગૌતમસ્વામી એ અક્ષીણમહાનસ લબ્ધિ વડે ૧૫૦૦ તાપસને ખીરથી પારણું કરાવ્યું હતું.

♣ શ્રી ગૌતમસ્વામી ચારણ લબ્ધિના બળે અષ્ટાપદગીરી પર સૂર્યના કિરણો ના આધારે પહોચી ગયાં.

♣ શ્રી ગૌતમસ્વામીની જન્મભૂમિનું નામ ગોબરગામ અને કેવલજ્ઞાન ભૂમિનું નામ ગુણીયાજી.

♣ શ્રી ગૌતમસ્વામી સંસારમાં પચાસ વરસ-દિક્ષા પર્યાય ત્રીસ વરસ અને કેવલજ્ઞાન બાર વરસ એમ તેમનું આયુષ્ય બાણું વર્ષનું હતું.

♣ કટાસણુ ત્રસકાય જીવોની રક્ષા કરે છે માટે તે ઊન નું જ હોવું જોઈએ તેનું પ્રમાણ (size) ૨૪ " x ૨૧ " હોય છે.

♣ પ્રતિક્રમણ -સામાયિક વગેરે માં જયણા પાલનનું સાધન ચરવળો છે,તેનું પ્રમાણ ૩૨ અંગુલ હોવું જોઈએ,૨૪ અંગુલ દાંડી અને ૮ અંગુલ દશીઓ.

♣ મુહપત્તિનું પ્રમાણ એક વેત અને ચાર આંગળ હોવું જોઈએ તેની એક બાજુ કિનાર હોવી જોઈએ.

♣ શ્રી નેમનાથ ભગવાનના પ્રથમ ગણધર શ્રી વરદત્ત સ્વામી હતા તેમના પગલા શત્રુંજય પર છે.

♣ એક માણસ પ્રતિદિન લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો માણસ પ્રતિદિન એક સામાયિક કરે તો સામાયિક વાળો ચઢી જાય,મતલબ સુવર્ણનું દાન દેનારો માણસ સામાયિકની બરોબરી કરી શકતો નથી.

♣ હરિભદ્રસૂરી એ ૧૪૪૪ ગ્રંથ ની રચના કરી.

♣ હેમચંદ્રચાર્યે સાડા ત્રણ કરોડ શ્લોક રચ્યા.  

♣ રાણકપુરતીર્થ ધન્નાપોરવારે બંધાવ્યું.

♣ મહાવીરપ્રભુ એ પચ્ચીસમાં ભવમાં ૧૧૮૦૬૨૫ માસક્ષમણ કર્યાં

♣ તારંગાજી તીર્થ કુમારપાળ રાજા એ બંધાવ્યું.

♣ ભોજરાજા હરરોજ સવાલાખ સોનૈયાનું દાન આપતા.

♣ વિક્રમ રાજા હરરોજ સવાકરોડ સોનૈયાનું દાન આપતા.

♣ શ્રેણીકરાજા પુણીયા શ્રાવક પાસે સામાયિક નું ફળ માગવા ગયા હતા.

♣ મહાવીરપ્રભુને નયસારના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઇ.

♣ મહાવીરપ્રભુ એ છેલ્લું ચોમાસું પાવાપુરી માં કર્યું.

♣ મહાવીરપ્રભુ ના અગિયાર ગણધર હતા.

♣ વીસ તીર્થંકરો સમેતશિખર પર મોક્ષ પામ્યા.

♣ આ અવસર્પીની કાળમાં સર્વ પ્રથમ મોક્ષે મારુદેવી માતા ગયાં.

♣ ચૌદ પૂરવનો સાર નવકાર મંત્રમાં છે.

♣ કૃષ્ણમહારાજે ૧૮૦૦૦ સાધુઓ ને વિધિ સહીત વંદન કર્યું.

♣ પરમાત્મા સમોવસરણમાં બેસી દેશના આપે છે.

♣ શ્રી ઋષભદેવ ભગવાને પારણું (પ્રથમ) ઈક્ષુરસથી થયું હતું બાકીના ત્રેવીસ તીર્થંકરો ને ખીરથી થયું હતું.

♣ શ્રી ઋષભદેવ ભગવાન ત્રીજા આરના છેડે થયા અને ૮૯(નેવ્યાસી) પખવાડિયા બાકી રહ્યા ત્યારે મોક્ષે સિધાવ્યા.બાકી ત્રેવીસ તીર્થંકર ચોથા આરામાં થયા તેના ૮૯ (નેવ્યાસી) પખવાડિયા બાકી રહ્યા ત્યારે મહાવીર પ્રભુ મોક્ષે સિધાવ્યા.

♣ શ્રી ઋષભદેવ પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ આરાધના તપ બારમાસ, બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન થી ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વપ્રભુ સુધી આઠમાસ અને મહાવીર પ્રભુ ના શાસન માં ઉત્કૃષ્ટ આરાધના તપ છ (૬) માસ છે.

♣ શ્રી ઋષભદેવ ભગવાન થી લઈને શ્રી કુંથુનાથ ભગવાન સુધી ચૌદપૂર્વની પ્રવૃત્તિ, તથા વિચ્છેદ અસંખ્યાત વર્ષ તથા શ્રી અરનાથ ભગવાનથી શ્રી પાર્શ્વપ્રભુ સુધી ચૌદપૂર્વ અને વિચ્છેદ પણ અસંખ્યાત કાળ હતો, શ્રી મહાવીર પ્રભુના શાસનમાં ચૌદપૂર્વની પ્રવૃત્તિ ૧૦૦૦ વર્ષ અને વિચ્છેદ ૨૦૦૦૦ વર્ષનો છે.

♣ શ્રી ઋષભદેવ ભગવાન પછી પચાસ કોટી સાગરોપમ બાદ શ્રી અજીતનાથ પ્રભુ થયા. સૌધર્મ ઇન્દ્ર નું આયુષ્ય ઉત્કૃષ્ટ બે સાગરોપમ છે, તેથી એટલા સમયમાં પચ્ચીસ લાખ કોટી ઇન્દ્રો થયા.

♣ શ્રી શાંતિનાથ ભગવાનની માતાએ ચૌદ સ્વપ્ન બે વાર જોયા, તે સ્વપ્નો તીર્થંકરપણા અને ચક્રવર્તી પણા ના સૂચક હતા.

♣ ત્રેવીસ તીર્થંકરોને દિવસના પૂર્વ ભાગમાં પ્રથમ પ્રહરમાં કેવળજ્ઞાન થયું   અને શ્રી મહાવીરપ્રભુને દિવસના પશ્ચિમ ભાગમાં અંતિમ પ્રહરમાં કેવલજ્ઞાન થયું.

♣ અજીતશાંતિ સ્ત્રોત્રની રચના શ્રી નમિનાથપ્રભુના ગણધર નંદિષેણમુનિ શત્રુંજય પર આવ્યા ત્યારે થઇ.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger