સવારે ઉઠવાની વિધિ

Thursday 3 January 20130 comments

Early to bed and early to rise is the way to be healthy, wealthy and wise.
"શ્રાવક તું ઉઠે પ્રભાત, ચાર ઘડી રહે પાછલી રાત."

♦ સવારે ચાર ઘડી (96 મિનીટ) બાકી રહે ત્યારે અર્થાત - બ્રહ્મ મુહુર્તમાં ઉઠવું જોઈએ. આજના વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે, જે માણસ રોજેરોજ સૂર્યોદય પછી ઉઠે છે તેની મગજ શક્તિ નબળી પડે છે. વધારે ઊંઘ લેવી શરીર અને મનને હાનીકારક છે. એમ કેલીફોર્નીયાના રીસર્ચ ડોક્ટરોએ સાબિત કર્યું છે. જુવાન માણસે 6 કલાકથી વધારે સૂવું નહિ. બાળકોએ - 8, વૃદ્ધોએ 4-2 કલાક સૂવું જોઈએ. આ વાત આજના વૈજ્ઞાનિકોએ હમણા સિદ્ધ કરી છે, પણ ભગવાન મહાવીરે 2558 વર્ષ પહેલા કહેલી છે.

કરાગ્રે વસતિ લક્ષ્મી, કરમધ્યે ચ સરસ્વતી.
સવારે ઉઠીને સૌ પ્રથમ પોતાના હાથના અગ્રભાગના દર્શન કરનારને લક્ષ્મી મળે છે, અને મધ્ય ભાગના દર્શન કરનારને સરસ્વતી - વિદ્યા પ્રાપ્ત થાય છે. 'એક પંથ બે કાજ' લાભ પણ થાય અને મોક્ષનું લક્ષ્ય પણ મનમાં રહે માટે આપણા પૂર્વજો આવી રીતે સવારે હાથ જોતા, સિદ્ધશીલાના દર્શન કરતાં હતા.(બંને હાથ સીધા રાખી ભેગા કરતા સિદ્ધશીલાની રચના થાય છે, તેની ઉપર 24 વેઢા = 24 તીર્થંકર પરમાત્માનું સ્મરણ થાય છે.)
સવાર નું ચિંતન
♦ હું ક્યાંથી આવ્યો છું?
♦ ક્યાં જવાનો છું? 
♦ મારા કર્તવ્યો શું છે? 
♦ મેં કઈ કઈ પ્રતિજ્ઞાઓ લીઘેલી છે?
♦ મોક્ષમાં જવાય તે માટે સંયમ ના મળે ત્યાં સુધી કેવું જીવન જીવવું?

પથારીથી નીચે ઉતારવાની વિધિ 
જમણા હાથની તર્જની નાક પાસે લઇ જઈને જે સ્વર ચાલતો હોય તે પગ પથારીથી નીચે મુકવો. ડાબો સ્વર(ચંદ્ર સ્વર) ચાલતો હોય તો ડાબો પગ અને જમણો સ્વર(સૂર્ય સ્વર) ચાલતો હોય તો જમણો પગ નીચે મુકવો.બંને સ્વર - સુષુમ્ના સ્વર ચાલે એ વખતે પરમાત્માનું ધ્યાન કરવું પણ પથારીથી નીચે ઉતરવું નહિ.
પથારીથી નીચે ઉતર્યા બાદ
♦ સવારે ઉઠ્યા પછી સૂર્યોદય સુધી મૌન પાળવું સારું છે, નહિતર હિંસક પ્રાણીઓ આદી જાગી જવાથી તમામ પાપ આપણને લાગે. 
♦ રાત્રી દરમ્યાન ઊંઘમાં સારું સ્વપ્ન આવ્યું હોય તો ગહુલી કાઢી વંદન કરી ગુરુ મહારાજને કહેવું, ગુરુ મહારાજ ન હોય તો દેરાસરમાં ભગવાનને કહેવું. છેવટે ગાયના જમણા કાનમાં કહેવું. 
♦ ઈચ્છા.કુસુમીણ દુસુમીણ ઓહાડાવણત્થમ રાઈઅ પાયચ્છિત વિસોહણત્થમ કાઉસગ્ગ કરું? ઈચ્છમ, કુસુમીણ.કરેમિ કાઊસગ્ગં. (ચોથાવ્રત ભંગ(સ્વપ્ન દોષાદી)ના પાપ વરણ માટે 4 લોગ્ગસ સાગરવર ગંભીરા સુધી, બીજા દોષો માટે ચંદેસુ નિમ્મલયરા સુધી કાઉસગ્ગ કરવો. લોગ્ગસ ના આવડે તો 16 નવકાર ગણવા.) ત્યારબાદ અનુકુળતા હોય તો પ્રતિક્રમણ કરવું. (કાયોત્સર્ગ ના નિયમ:- આરાધના માટે - સાગરવર ગંભીરા સુધી, પ્રતિક્રમણ માટે - ચંદેસુનિમ્મલયરા સુધી અને કર્મ ક્ષય અથવા શાંતિ ના કાઉસગ્ગ સંપૂર્ણ લોગ્ગસના હોય છે.)
♦ ઇશાન દિશામાં સીમંધર સ્વામી, દક્ષીણ દિશામાં શત્રુજયને ત્રણ ખમાસમણા આપવા. સવારે શત્રુજાયના ભાવ વંદન સાથે જો નવકારશીનું પચ્ચક્ખાણ હોય તો છઠ્ઠનો, આયં. = 15 ઉપવાસનો, ઉપ.= માસક્ષમણનો લાભ મળે છે.
♦ ત્યાર પછી સંઘના દેરાસરે પ્રભુ દર્શન કરવા જવું જોઈએ.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger