પર્યુષણની થોય

Tuesday 3 September 20130 comments

પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી;
કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી.
કુંવર ગયવર ખન્ધ ચઢ઼ાવી, ઢ઼ોલ નિશાન વગડાવોજી;
સદ્‍ગુરુ સંગે ચઢ઼તે રંગે, વીર-ચરિત્ર સુણાવોજી. (1)

પ્રથમ વખાણે ધર્મ સારથિ પદ, બીજે સુપનાં ચારજી;
ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અધિકારજી.
પાંચમે દીક્ષા છટ્ઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી;
આઠમે થિરાવલી સંભલાવી, પિઉડા પૂરો જગીશજી. (2)

છટ્ઠ અટ્ઠમ અટ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજેજી;
વરસી પડિક્કમણું મુનિ વન્દન, સંઘ સકલ ખામીજેજી.
આઠ દિવસ લગે અમર પલાવી, દાન સુપાત્રે દીજેજી;
ભદ્રબાહુ ગુરુ વચન સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. (3)

તીરથમાં વિમલાચલ, ગિરિમાં મેરુ મહીધર જેમજી;
મુનિવર માંહી જિનવર મોટા, પરવ પજુસણ તેમજી.
અવસર પામી સાહમ્મિ-વચ્છલ, બહુ પકવાન વડાઈજી;
ખીમા વિજય જિન દેવીસિદ્ધાઈ, દિન-દિન અધિક વધાઈજી. (4)
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger