મૌન એકાદશીના દેવવંદનના રચયિતા શ્રી પં રૂપવિજયજીનું જન્મ સ્થાન તેમજ માતા - પિતા વગેરેની પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમનો દીક્ષા પર્યાય લગભગ 50 વર્ષનો હશે. કારણકે તેમના ગુરુ સં 1862ના ચૈત્ર સુદ પાંચમના દિવસે સ્વર્ગવાસી થયા હતાં. તેઓશ્રી સં 1905માં સ્વર્ગવાસી થયા હતાં. તેઓએ સ્નાત્ર પુજા, પંચકલ્યાણક પૂજા, પંચ જ્ઞાન પૂજા, પિસ્તાલીસ આગમ પૂજા, વીસ સ્થાનાક પૂજા વગેરે કૃતિઓ બનાવી છે. ઉપરાંત પૃથ્વીચંદ્ર ચરિત્ર સંસ્કૃત ભાષામાં કાવ્ય બનાવ્યું છે. તેમજ તેઓશ્રીને પં કીર્તિ વિજયજી ગણિ, પં અમીવિજયજી ગણિ, પં ઉદ્યોત વિજયજી, મોહન વિજયજી(લટકાળા) વગેરે શિષ્યો હતા. આજે વિજય પદને શોભાવનારા ઘણાં ખરા મુનીઓ પ્રાયઃ તેઓશ્રીની પરંપરાના છે. તેઓશ્રીની વિશેષ માહિતી પ્રાપ્ત નથી.
Home
જૈન ધર્મનો ઈતિહાસ
પં. શ્રી રૂપવિજયજી
પં. શ્રી રૂપવિજયજી
Thursday, 12 December 20130 comments
Labels:
જૈન ધર્મનો ઈતિહાસ
Post a Comment
Note: only a member of this blog may post a comment.