ચંપાપુરી

Friday 23 November 20120 comments


પુરાણ કાળના અંગ દેશની આ રાજધાની હતી. તેનો વિસ્તાર ઘણો જ મોટો હતો. આખા ભારતભરમાં આ એક જ સ્થળ એવું છે કે જ્યાં ભગવાનના પાંચેય કલ્યાણકો થયા હોય. બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીજીના પાંચેય કલ્યાણકો અહી થયા હતા. આ નગરીમાં શ્રી આદિશ્વર, શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધામાનસ્વામી પધાર્યા હતા. શ્રી વર્ધમાન સ્વામી એ બે ચોમાસા(3જુ અને 12મુ ) અહી કર્યા હતા. પટ્ટધર શ્રી સુધર્માસ્વામી તથા તેમના પટ્ટ શિષ્ય શ્રી જંબુસ્વામી પણ અહી પધાર્યા હતા. 

આ નગરી અતિ સુંદર અને સમૃદ્ધ હતી. પ્રભુ મહાવીરના પરમ ભક્ત બાર વ્રતધરી શ્રાવક કામદેવ, શિયળવંતમાં જેમનું નામ ગૌરવથી લેવાય છે એવા શ્રી સુદર્શન શેઠ, શ્રી સિદ્ધચક્રજીના આરાધક શ્રી શ્રીપાળ મહારાજા , રાજા દધિવાહન, દાનવીર કર્ણ, મહામુની કરકંડુ અને સતી શિરોમણી ચંદનબાલા અને સુભદ્રાની આ જન્મભૂમી છે.

શ્રી વાસુપૂજ્ય સ્વામીની પદ્માસન સ્થિત 45 સે.મી. ઊંચી,શ્વેત વર્ણની પ્રતિમા, આ નગરના જિનાલયમાં બિરાજમાન છે. ઉપરના માળે શ્રીપાળ-મયણાના જીવન પ્રસંગોના ચિત્રામણ છે. જિનાલયમાં ભોયરું છે. ત્યાં શ્રી  વાસુપૂજ્યસ્વામીએ જેના પર બેસીને આરાધના કરેલી તે અતિપવિત્ર શિલા આજે પણ આરાધકોને પવિત્રતાની અનુભૂતિ કરાવે છે. બાજુમાં ધર્મશાળા અને ભોજનશાળા છે. આ સ્થળ ભાગલપુર થી 6 કિ.મી. દુર છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger