સમય ચક્ર

Saturday 12 January 20130 comments

ચરમ તીર્થપતિ શ્રી ભગવાન મહાવીરે કેવળજ્ઞાન થયા પછી આત્મસ્વરૂપના દર્શન કરાવ્યા, સંસારના ભૌગોલીક દર્શન કરાવ્યા. પછી આગળ વધતા પ્રભુ શ્રી મહાવીરે સમય દર્શન પણ કરાવ્યું છે.


ભગવાન મહાવીર સમય ચક્રનું સ્વરૂપ દર્શાવતા કહે છે - સમયચક્ર બે ભાગ માં વહેચાયેલું છે
     (1) અવસર્પિણી કાળ
     (2) ઉત્સર્પિણી કાળ
આ બંને ભાગ બીજા છ-છ ભાગમાં વહેચાહેલા હોય છે. આમ આખું સમય ચક્ર 12 ભાગમાં વહેંચાયેલું છે. દરેક ભાગ એક આરા તરીકે ઓળખાય છે .

♣ અવસર્પિણી કાળ :- આ કાળ ઉતરતો કાળ તરીકે ઓળખાય છે. જેમાં કાળની અસર નીચે દરેક સારી વસ્તુનું પ્રમાણ ઘટતા ક્રમમાં હોય છે. આ કાળમાં પ્રથમ છ આરાનો સમાવેશ થાય છે.

ભગવાને દરેક આરાનું સ્વરૂપ પણ દર્શાવ્યું છે.

(1) સુષમ-સુષમ :- આ આરો 4 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 3 ગાઉ નું હોય છે અને આયુષ્ય 3 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 256 પાંસળીઓ હોય છે. મનુષ્યને ત્રણ દિવસે તુવેરના દાણા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમયમાં જાત જાતના કલ્પવૃક્ષો હોય છે, જે મનુષ્યની અલગ-અલગ જરૂરીયાતો પૂરી કરે છે. આ કાળમાં જોડિયા બાળકો જન્મે છે, જેમાં એક નર અને બીજું માદા હોય છે. બંને સાથે લગ્ન કરે છે અને પછી ફરી જોડિયા બાળકો ને જન્મ આપે છે. આથી આ કાળ 'યુગલીક કાળ' તરીકે ઓળખાય છે. આ કાળમાં સંતતિ પાલન 49 દિવસનો હોય છે.
(2) સુષમ :- આ આરો 3 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 2 ગાઉ નું હોય છે અને આયુષ્ય 2 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 128 પાંસળીઓ હોય છે. મનુષ્યને બે દિવસે બોરના દાણા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમય પણ યુગલીક કાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષોની સંખ્યા અને શક્તિ પ્રથમ આરા કરતા ઓછી હોય છે.આ કાળમાં સંતતિ પાલન 64 દિવસનો હોય છે.
(3) સુષમ-દુષમ :- આ આરો 2 ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 1 ગાઉ નું હોય છે અને આયુષ્ય 1 પલ્યોપમનું હોય છે. મનુષ્યના શરીરમાં 64 પાંસળીઓ હોય છે. મનુષ્યને 1દિવસમાં 1 આમળા જેટલાં આહારની જરૂર પડે છે. આ સમય પણ યુગલીક કાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષોની સંખ્યા અને શક્તિ બીજા આરા કરતા ઓછી હોય છે.આ કાળમાં સંતતિ પાલન 79 દિવસનો હોય છે.

ત્રીજા આરાના અંત સમયમાં કલ્પવૃક્ષો ઈચ્છિત ફળ આપવાનું બંધ કરી દે છે. તથા યુગલીક જન્મ લેવાનું પણ બંધ થાય છે. તેથી મનુષ્યોને હવે સમાજનું નિર્માણ કરવું પડે છે. આ આરાના અંત સમયથી રાજનીતિ,સમાજનીતી, ખેતી, રસોઈ, વેપાર અને કળાની શરૂઆત થાય છે. હવે મનુષ્યને ધર્મની જરૂરીયાત ઉભી થાય છે. તેથી આ આરા ના અંત સમયમાં પ્રથમ તીર્થંકર પરમાત્મા જન્મ લે છે અને પોતાના કર્મો ખપાવી, કેવળજ્ઞાન પામી ધર્મની સ્થાપના કરે છે.
(4) દુષમ-સુષમ :- આ આરો 1 ક્રોડા ક્રોડી સાગરોપમ(42,000 વર્ષ) નો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 500 ધનુષ્યનું હોય છે અને આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું  હોય છે. મનુષ્યના શરીરમાં 32 પાંસળીઓ હોય છે. મનુષ્યનો આહાર અનિયત હોય છે. આ સમયમાં બીજા ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓ જન્મ લે છે અને ધર્મ સથાપના કરે છે. આ સમયમાં જ જુદા જુદા સમયે 63 સલાકા પુરૂષો જન્મ લે છે અને ધર્મની પ્રભાવના કરે છે. આ આરાના અંતની સાથે આ ક્ષેત્રમાંથી મોક્ષના દ્વાર બંધ થઇ જાય છે.
(5) દુષમ :- આ આરો 21,000 વર્ષનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 7 હાથનું હોય છે અને આયુષ્ય 100વર્ષનું  હોય છે. મનુષ્યના શરીરમાં 16 પાંસળીઓ હોય છે.અસિ(હથિયાર), મસી(વેપાર) અને કૃષિ(ખેતી)નો આ કાળ છે. ધર્મ અને સંસ્કારોનો ધીમે ધીમે નાશ થશે. 21,000 વર્ષ પુરા થતા પહેલા ધર્મનો સંપૂર્ણ નાશ થશે. પાચમા આરો વિસ્તૃત રીતે કેવો હશે અને તેનો અંત કેવો હશે તે અહી દર્શાવેલ છે - પાંચમાં આરામાં પ્રગટ થનારા પાંત્રીસ બોલ. આપણે અત્યારે પાંચમા આરામાં જીવી રહ્યા છીએ.
(6) દુષમ-દુષમ :- આ આરો 21,000 વર્ષનો હોય છે. આ સમયમાં મનુષ્યનું શરીર 2 હાથનું હોય છે અને આયુષ્ય 20વર્ષનું  હોય છે. આ આરામાં લોકો દુઃખ અને દર્દથી ત્રાહિત હશે. સૂર્ય એટલી આગ ઓકશે કે દિવસે કોઈ બહાર નીકળી પણ નહિ શકશે. અસિ(હથિયાર), મસી(વેપાર) અને કૃષિ(ખેતી)નું અસ્તિત્વ જ નહી હોય. લોકો નદીઓના કોતરોમાં વસવાટ કરશે. રાત પડતા બહાર નીકળી માછલીઓ પકડી કિનારા પર સુકવી દેશે, જે બીજે દિવસે સૂર્યના તાપમાં શેકાઈ જશે અને રાત પડતા લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. આ આરાના લોકો તીર્યંચ અને નારક ગામી હશે.

♣ ઉત્સર્પિણી કાળ :- આ કાળમાં બીજા છ આરાનો સમાવેશ થાય છે. આ કાળ અવસર્પિણી કાળનાં ઉલટા ક્રમ માં હોય છે. જેમાં કાળની અસર નીચે દરેક સારી વસ્તુનું પ્રમાણ ચઢતા ક્રમમાં હોય છે. આ કાળ ચઢતા કાળ તરીકે ઓળખાય છે.
ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો અને અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો બંને સરખા હોય છે. આ આરાના અંત સમયમાં આકાશમાંથી સાત પ્રકારની વર્ષા થશે જેથી ધરતી ફરીથી રસાળ થશે અને ફરી લોકો ખેતી કરતા થશે. આમ ઉત્સર્પિણી કાળનો બીજો આરો અવસર્પિણી કાળના પાચમા આરા જેવો હશે. એજ પ્રમાણે ઉત્સર્પિણી કાળનો ત્રીજા આરો અવસર્પિણી કાળના ચોથા આરા સરખો હશે. ત્રીજા આરની શરૂઆત થયા પછી પ્રથમ તીર્થંકર પરમાત્મા જન્મ લેશે અને ધર્મની સથાપના કરી જગતના જીવો માટે મોક્ષના દ્વાર ખોલશે. ઉત્સર્પિણી કાળનો ચોથો આરો અવસર્પિણી કાળના ત્રીજા, ઉત્સર્પિણી કાળનો પાંચમો આરો અવસર્પિણી કાળના બીજા અને ઉત્સર્પિણી કાળનો છઠ્ઠો આરો અવસર્પિણી કાળના પ્રથમ આરા બરાબર હશે.

આરાનો ક્રમ
અવસર્પિણી કાળ
ઉત્સર્પિણી કાળ
1
સુષમ-સુષમ
દુષમ-દુષમ
2
સુષમ
દુષમ
3
સુષમ-દુષમ
દુષમ-સુષમ
4
દુષમ-સુષમ
સુષમ-દુષમ
5
દુષમ
સુષમ
6
દુષમ-દુષમ
સુષમ-સુષમ


Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger