સિદ્ધાચલના દુહા

Saturday 23 March 20130 comments


સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; 
મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર.

સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર;
મનુષ્ય જન્મ પામી કરી, એનો એળે ગયો અવતાર.

શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોશ;
દેવ યુગાદી પૂજીએ, આણી મન સંતોષ.

એકેકું ડગલું ભરે, શેત્રુંજા સમો જેહ;
ઋષભ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ.

શેત્રુંજા સમો તીરથ નહીં, ઋષભ સમો નહીં દેવ;
ગૌતમ સરીખા ગુરૂ નહીં, વળી વળી વંદું તેહ.

જગમાં તીરથ દો વડા, શેત્રુંજય ગિરનાર;
એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમ કુમાર.

સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, મુનિવર ક્રોડ અનંત,
આગે અનંતા સીદ્ધશે, પૂજો ભવિ ભગવંત.

શત્રુંજય ગિરિ-મંડણો, મરૂદેવાનો નંદ;
યુગલા ધર્મ નિવારણો, નામો યુગાદી જિણંદ.

તન-મન-ધન-સુત વલ્લભા; સ્વર્ગાદી સુખ ભોગ;
વળી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સંયોગ.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger