ફટાકડા ફોડવાથી થતાં નુકશાન

Monday 4 November 20130 comments

દિવાળી એ એક પ્રકાશનું પર્વ છે. અને તેનો મહિમા પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણ સાથે છે. જયારે પ્રભુ શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે ભાવ દિપક બુઝાયો અને ચારે તરફ અંધકાર ફેલાયો. તેથી ત્યાં દ્રવ્ય દિપકની જરૂર પડી. ત્યારથી લોકો દર દિવાળીએ પોતાના ઘર આંગણે દીવા પ્રગટાવે છે. તેથી તેને પ્રકાશનું પર્વ કહેવામાં આવે છે.

અહીં ક્યાય ફટાકડાં ફોડવાની વાત નથી આવતી. તેતો જિનાજ્ઞા વિરુદ્ધનું કૃત્ય છે. પ્રભુ શ્રી મહાવીર ફરમાવે છે કે, ફટાકડાં ફોડવાથી તો આઠે - આઠ કર્મો બંધાય છે. પ્રભુ જણાવે છે કે -
  1. જ્ઞાનાવરણીય કર્મ - કાગળ બળવાથી તેમજ પગ નીચે આવાવથી જ્ઞાનની આશાતના થાય તેથી બંધાય છે.
  2. દર્શનાવરણીય કર્મ - જીવોની હિંસા અને તે ઘાયલ થવાથી બંધાય છે.
  3. વેદનીય કર્મ - અબોલ જીવો ભયભીત થાય અથવા તેમને વેદના થાય તેથી વેદનીય કર્મ બંધાય છે. 
  4. મોહનીય કર્મ - ફટાકડાં ફોડતાં આનંદિત અને ઉત્સાહિત થવાથી મોહનીય કર્મ બંધાય છે.
  5. આયુષ્ય કર્મ - ફટાકડાં ફોડવાથી અંત સમય સુધી આયુષ્ય બાંધવાથી.
  6. નામ કર્મ - આગ લાગવાથી, બળીને મરી જવાથી નામ કર્મ બંધાય છે.
  7. ગોત્ર કર્મ - ફટાકડાં ફોડવામાં પ્રોત્સાહન આપવાથી નિમિત્ત રૂપ બનાવથી ગોત્ર કર્મ બંધાય છે.
  8. અંતરાય કર્મ - સૂવામાં, ભણવામાં કે બીજાના અન્ય કોઈ કાર્યોમાં - શાંતિમાં વિધ્ન રૂપ બનવાથી અંતરાય કર્મ બંધાય છે.
આમ ફટાકડાં ફોડવાથી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય ના જીવોની ઘોર હિંસા અને તેમને અશાતા પહોંચે છે. 

આજના વૈજ્ઞાનિકો પણ ફટાકડાં ફોડવા સામે લાલ બત્તી ધરે છે. ફટાકડાં ફોડવાથી ઝેરી વાયુ નીકળે છે જે વાયુનું પ્રદુષણ ફેલાવે છે, જેથી પૃથી પર ગ્રીન હાઉસ ઈફેક્ટ(પૃથ્વીનું સરેરાસ તાપમાન વધે છે.) સર્જાય છે. જેનાથી નદી - સમુદ્રના જળ ઉપર આવે છે અને નગરોમાં ઘુસી તે નગરનો નાશ કરે છે. 

તો આવો આપણે સૌ વીતરાગ પરમાત્માની આજ્ઞાને અનુસરી ફટાકડાંનો ત્યાગ કરી આપણાં આત્માને લાગતાં આઠ કર્મોથી અને આ પૃથ્વીને વિનાશમાંથી ઉગારીએ.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger