સોજીત્રા

Tuesday 5 November 20130 comments

સમગ્ર ભારતભરમાં અનેક રાજ્યોમાં પ્રાચીન જૈન તીર્થો આપણા શાસનની યશોગાથા ગાઈ રહ્યા છે.

કાળના પ્રવાહમાં ઘણું સમાઈ જાય છે, અને થોડું સચવાઇ જાય છે. એ ન્યાયે કેટલાયે તીર્થોનાં અવશેષો ભૂમિગત મળે છે.....અને કેટલાંક તીર્થધામો આજે પણ આપણા સદભાગ્યે વિદ્યમાન છે.

પ્રાચીન તીર્થને વંદવા.....પૂજવા.....એનો જીર્ણોદ્ધાર કરવો એ જિનશાસનની વિશિષ્ટ આરાધના છે.

ચરોતર પ્રદેશમાં તારાપુર - નડિયાદ હાઈવે નજીક અંતરિયાળ પ્રદેશમાં આવેલું સોજીત્રા ગામ આવું જ પ્રાચીન તીર્થ છે.

છેક ચૌદમાં સૈકાની હસ્તપ્રતથી માંડીને આ તીર્થના અનેક ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.સા. અકબરને મળવા જતી વખતે અહીં પધાર્યા હતા.

શેઠ મોતીશાહનો જન્મ આ જ ધરતી પર થયો હતો.(વી.સં. 1838)

પૂ. આ.ભ. શ્રી વિજય કસ્તુરસુરીશ્વરજી મ.સા.નો કાળધર્મ આ ભૂમિ પર થયો હતો.

પ.પૂ.આ.ભ. શ્રી વિજય અશોકચંદ્રસુરીશ્વરજી મ.સા.ને ઉપાધ્યાયપદ પણ આ ભૂમિ પર થયેલ.(વી.સં. 2032)

પ.પૂ.આ.ભ. શ્રી વિજય ચંદ્રોદયસુરીશ્વરજી મ.સા. વી.સં. 2038માં અહીં અજીતનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

તાજેતરમાં તમામ પ્રાચીન જિનાલાયોનાં જીર્ણોદ્ધાર રૂપે એક વિશાળ જિનાલય બનાવી પૂ. આ. ભ. શ્રી વિજય સોમચંદ્રસુરીશ્વરજી મ.સા. આદિની શુભનિશ્રામાં જિનાલય તથા ગામ બહારના ભાગમાં ગુરૂ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.

આ પ્રાચીન તીર્થની યાત્રાર્થે પધારી સમ્યગદર્શનની શુદ્ધિ અવશ્ય કરશો.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger